સ્કંદ પુરાણ ના રેવા ખંડ ના ૯૦ માં અધ્યાય પ્રમાણે તીલ્મેઘ નામ ના દેત્ય નો વધ કરીને શ્રી વિષ્ણુ જયારે પોતાનું સુદર્શન ચક્ર ને ઘણા તીર્થો માં અજવાળ્યું પણ તે ઉજળું થયું નહિ, અંતે જયારે પાવન પવિત્ર નર્મદા નદી માં અજવાળ્યું ત્યારે પેહલા ના કરતા પણ તેજસ્વી થઇ ગયું. આ સુદર્શન ચક્ર શ્રી વિષ્ણુએ મોક્ષદા એકાદશી ના દિવસે અજવાળ્યું હતું તેથી તીર્થ નો પ્રભાવ જોઈ ને શ્રી વિષ્ણુએ શ્રીમુખે કહ્યું હતું કે આજ થી આ સ્થળ ચક્રતીર્થ ના નામથી પ્રસિદ્ધ થશે, અને પછી ખુબ પરિશ્રમ થવા થી શ્રી વિષ્ણુ ક્ષીરસાગર જવા ને બદલે ચાંદોદ માં આવેલ આ ચક્રતીર્થ ના કાંઠે શેષનાગ ને શૈયા પર શ્રી લક્ષ્મીજી સાથે શયન કર્યું અને જળ માં પોઢી ગયા.તેથી તે દિવસ થી પૃથ્વી પર આ તીર્થ જલશાઈ શ્રી શેષશાઈ તીર્થ તરીકે પ્રશિદ્ધ થયું.ત્યાર પછી, કલયુગ માં માનવ કલ્યાણ હેતુ શ્રી વિષ્ણુ માગસર સુદ ૧૧ ના શુભ દિવસે જે સ્થળ પર પોઢી ગયા હતા ત્યાં પ્રકટ થયા.તે દિવસ થી તે શ્રી શેષનારાયણ ના નામ થી પ્રશિદ્ધ થયા.
આજ થી ઘણા વર્ષો પેહલા સંખેડા ના શ્રીમંત ગાયકવાડ મહારાજે ચાંદોદ માં ભવ્ય મંદિર બંધાવી ને શ્રી શેષનારાયણ ને મંદિર માં પધરાવ્યા. માગસર સુદ ૧૧ કે જેને મોક્ષદા અગિયારશ કેહવાય છે તે દિવસે ચાંદોદ ના આ શેષનારાયણ મંદિર માં શ્રી શેષનારાયણ પ્રભુ નો પ્રાગટ્ય મહોત્સવ દર વર્ષે ખુબ શ્રદ્ધાપૂર્વક અને અનેરા આનંદ થી ઉજવાય છે.તે દિવસે ચાંદોદ અને કરનાળી ગામ ના લોકો શ્રી નર્મદાજી ના બીજા ઘટે સ્નાન ના કરતા આ ચક્રતીર્થ ના ઘટે સ્નાન કરે છે.રેવા ખંડ માં કરેલ વર્ણન પ્રમાણે જે વ્યક્તિ આ દિવસે શ્રી શેષશાઈ નું પંચામૃત વડે સ્નાન કરાવે છે અને એમના દર્શન કરે તેમને વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે મંદિર ના પૂર્વ ભાગ માં આવેલ યજ્ઞકુંડ પાસે સવાર થી સાંજ સુધી શ્રી વિષ્ણુયાગ ની પૂજા થાય છે.જેમાં સંસ્કૃત પાઠશાળા ના વેદોક્ત બ્રામણઓ દ્વારા ૧૦૦૮ શ્રી વિષ્ણુસહસ્ત્ર ના પાઠાત્મક હવાનઆદિ પૂજા કર્મ થાય છે.જેમાં ચાંદોદ ગામ ના તથા આજુબાજુ ના ગામલોકો શ્રદ્ધા પૂર્વક ભાગ લેછે. આ સમયે ત્યાં બેસી ને વેદોક્ત બ્રામ્હનો દ્વારા બોલાતા આ શ્રી વિષ્ણુસહસ્ત્ર ના પાઠ ને સંભાળવા નો આનંદ અનેરો છે.
જય શ્રી શેષનારાયણ.
આ બ્લોગ ઘણીજ સરસ માહિતી જણાવે છે.
ReplyDeleteહવે પછી ના બધા બ્લોગ ગુજરાતી માંજ આવશે.જેથી કરીને દરેક વ્યક્તિ શેષનારાયણ વિષે ની માહિતી મેળવી શકે.છતાં પણ જો કોઈ પોતાનું મંતવ્ય આપવા ઈચ્છતા હોઈ તો આપ મને જણાવી શકો છો.આભાર.
ReplyDelete