શ્રી ગણેશાય નમઃ
આ માહાત્મ્ય છે શ્રી શેષનારાયણ પ્રભુ ના ચાંદોદ ખાતે પાવન પવિત્ર એવી માં નર્મદા નદી માંથી પ્રાગટ્ય નું.
શ્રી માર્કંડેય ઋષિ યુધીષ્ઠીર રાજા ને કહે છે કે જે તીર્થ થી મનુષ્ય જન્મ સાર્થક થાય છે એવા ઉત્તમ વૈષ્ણવ તીર્થ નું વૃતાંત કહું છું, તે ધ્યાન થી શ્રવણ કરો. નર્મદા ના ઉત્તર કિનારે જલાશયી નામે પ્રખ્યાત તીર્થ છે. એને શેષશાયી તીર્થ કે ચક્રતીર્થ અને નારાયણ તીર્થ તરીકે પણ ઓળખાય છે. દેત્યો નો વધ કરીને જનાર્દન આ તીર્થ માં પોઢ્યા હતા.
તાલમેઘ નામના દેંત્ય નો વધ કરવાથી ભગવાનનું સુદર્શન ચક્ર કાળું પડી ગયું હતું. તેને ઉજળું કરવા માટે ભગવાને પૃથ્વી પરના અડસઠ તીર્થો માં ફરી ફરીને અજવાળ્યું પણ તે ઉજળું ના થયું. પણ જયારે અહી આ રેવા તટ ના ચક્રપાણી ઘાટે નર્મદા ની જળ માં બોળ્યું કે તરત જ ઉજળું થઇ ગયું. તેથી આ તીર્થ નું નામ ચક્રતીર્થ પડી ગયું.
પૂર્વે તાલમેઘ નામના આ દેત્યએ દેવો નું સ્વર્ગ જીતી લીધું હતું. જેથી તાલમેઘ ને ગર્વ થયો અને કેહવા લાગ્યો કે હું વિષ્ણુથી, બ્રમ્હાથી, રુદ્રથી, કે ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય થી પણ બળવાન છું. એમ માની દેવતાઓ ને દુખ દેવા માંડયો. જેથી તેત્રીસ કરોડ દેવતાઓ ઇન્દ્ર ની સાથે તાલમેઘ દેત્ય ના ભય થી ગભરાઈને દેવગુરુ બૃહસ્પતિ ને સાથે લઇ ને બ્રમ્હ્દેવ ને શરણે ગયા. અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રમ્હ્દેવ તેમની સ્તુતિ થી પ્રશન્ન થઈને કેહવા લાગ્યા, પધારો આપને કેમ આવવું પડ્યું? કલેશ થી દુખી હોય તેમ લાગો છો. શું દુખ આવી પડ્યું છે ? એટલે દેવતાઓ ના ગુરુ બૃહસ્પતિ એ બ્રમ્હ્દેવને કહ્યું કે તમારા વંશ માં ઉત્પન્ન થયેલા તાલમેઘ નામના દેત્ય એ દેવતાઓ ને જીતી ને સ્વર્ગ પચાવી પાડ્યું છે. અને દેવતાઓ ને દુખ આપે છે.માટે હે બ્રમ્હ્દેવ આ દુખ દુર કરો.બ્રમ્હ્દેવે કહ્યું કે તાલમેઘ નો વધ કરવામાટે એક એવા નારાયણ જ સમર્થ છે. માટે આપણે ચાલો એમના શરણે જઈએ. એમ કહી બ્રમ્હ્દેવ દેવતાઓ ને લઈને ક્ષીરસાગર ને કિનારે આવ્યા અને એકાગ્ર ચિત્તે બે હાથ જોડી શ્રી વિષ્ણુ ભગવાન ની સ્તુતિ કરવા માંડ્યા. બ્રમ્હ્દેવ અને દેવતાઓ ની સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બ્રહ્માદી દેવતાઓ ને કેહવા લાગ્યા કે તમે મને કેમ જગાડ્યો ? શું દુખ આવી પાડ્યું છે ? એટલે બ્રમ્હ્દેવે તાલમેઘ ના ત્રાસ ની વાત કહી અને તેનો વધ કરવા વિંનતી કરી એટલે શ્રી વિષ્નુંનારાયણ ભગવાન બ્રમ્હ્દેવને પૂછે છે કે આપની વિંનતી પ્રમાણે હું તાલમેઘ નો વધ કરીશ, પરંતુ એ ક્યાં રહે છે ? કેટલો પરાક્રમી છે ? તેની મદદ માં કોણ છે, તે સઘળી બાબત મને જણાવો. દેવતાઓ કહે છે કે મહારાજ એ તાલમેઘ હિમાલય પર્વત ની ગુફાઓ માં ચોવીસ હાજર કન્યાઓ સાથે રહે છે. એની પાસે ઘોડાઓ, હાથીઓ જેવા અને હાથીઓ પણ પર્વત જેવા બળવાન છે. અને રથ વગેરે અસંખ્ય છે . શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે હે દેવતાઓ તમો નિર્ભય થઇ તમારા સ્થાન માં જાઓ હું એનો વધ જરૂર થી કરીશ એમ કહી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડ ઉપર વિરાજમાન થયા. આયુધો અસ્ત્ર -શસ્ત્ર લઇ હિમાલય પર્વત ઉપર પધારી શંખનો નાદ કર્યો. શંખ નો નાદ સાંભળતા જ તાલમેઘ નું નગર ખળભળી ઉઠ્યું. મોટા મોટા ઉત્પાત તવા લાગ્યા. એનો ધ્વજ દંડ ભાગી ગયો. જંગલ ના પરની, શિયાળવા, હોલા, કાગડા, ગુવાદ, વગેરે એના રાજમહેલ માં પેશી જવા લાગ્યા . નદીઓ માં લોહી વેહવા લાગ્યું. આ બધું જોઇને તાલમેઘ એકદમ ગભરાઈ ગયો અને બરાડી ઉઠ્યો કે આ કોણ આવ્યું છે ? મોતના મુખમાં જવા કોણ તૈયાર થયું છે ? પોતાના સેનાપતિ ને કહે છે કે હે ધુંધુમાર તારું સૈન્ય લઇ ને જલ્દી એ મુરખને બાંધી મારી પાસે હાજર કર.ધુંધુમાર મોટું લશ્કર લઇ ને નારાયણ ના સામે લડવા આવ્યો અને ગર્જના કરી કેહવા લાગ્યો, દોડો બંધો મારો. તે સમયે નારાયણ પ્રભુએ એક બાણ છોડ્યું જે બાણ ધુંધુમાર ની છાતી માં વાગ્યું અને તરતજ ધુંધુમાર મરણ પામ્યો. ધુંધુમાર ના મરણ ના સમાચાર સાંભળી તાલમેઘ દૈત્ય ક્રોધાયમાન થઇ મોટા રથ માં બેસી યુદ્ધ ભૂમિ ઉપર આવ્યો અને મોટી ગર્જના કરી નારાયણ ની ઉપર ઉપર છાપરી બાણોની વૃષ્ટિ કરી કેહવા લાગ્યો હે નારાયણ તે મારા પૂર્વજો હિરણ્યાક્ષ અને હિરણ્યકશીપુ ને માર્યા છે. પણ તે ડરપોક હતા. આજે મારા હાથ નો ઝપાટો જો. હમણાં જ તને મારી નાખું છું. તે સમયે શ્રી નારાયણ હસતા હસતા પોતાના બાણથી તેના બધા બાણ કાપી નાખ્યા. આથી દૈત્ય વધારે ક્રોધે ભરાયો અને પ્રભુ ના સામે અગ્ન્યાસ્ત્ર છોડ્યું. દૈત્યે ઘણા પ્રયત્નો કાર્ય પણ પ્રભુ ને કઈ ના કરી શક્યો. અંતે તેને સર્પાસ્ત્ર છોડ્યું તો તેની સામે પ્રભુએ ગરુડાસ્ત્ર છોડ્યું.છેવટે દૈત્ય નું કઈ બળ ન ચાલ્યું ત્યારે રથ માંથી એકદમ નીચે કુદી પડ્યો અને ભગવાન ની સામે ઘસી તલવાર નો ઘા કર્યો. આથી શ્રી નારાયણ ક્રોધે ભરાયા અને તે તાલ્મેઘ દૈત્ય નું મસ્તક પોતાના સુદર્શન ચક્ર થી કાપી નાખ્યું. એ મસ્તક ધડ ઉપરથી નીચે પડતા હજારો સૈનિક તે નીચે ચગદાઈ ગયા. પર્વતો કંપી ઉઠ્યા. સમુદ્રો ખળભળી ઉઠ્યા. ધરતીકંપ થયો. તાલ્મેઘ માર્યો જાણીને દેવતાઓ એ પ્રશન્ન થઈને શ્રી શેષનારાયણ પ્રભુ ઉપર પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. દુંદુભી અને શંખનાદ કરવા લાગ્યા.
इति संपूर्णं I
શ્રી શેષનારાયણ પ્રભુ નો જય હો જય હો એમ બોલી જયજયકાર કરવા લાગ્યા. ઇન્દ્રાદી દેવતાઓ પોતાની રાજધાની સ્વર્ગમાં પધારી સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ત્યારપછી શ્રી નારાયણ ભગવાને દૈત્ય ના વધથી કાળું પડી ગયેલ સુદર્શન ચક્ર ને ઘણા તીર્થોમાં અજવાળ્યું પણ તે ઉજળું ના થયું. ત્યારે ફરતા ફરતા નર્મદા ના ઉત્તર કિનારે રેવોરી સંગમ થી પા કોશ છેટે આ તીર્થ માં નર્મદા જળ માં ધોયું, તો નર્મદાજળ ના સ્પર્શ થતા જ પેહલા નાજ જેવું તેજસ્વી થઇ ગયું.આ સુદર્શન ચક્ર શ્રી શેષનારાયણ ભગવાને માગશર સુદ ૧૧ મોક્શાળા એકાદશી ના દિવસે અજવાળ્યું હતું અને આ તીર્થ નો પ્રભાવ જોઇને પ્રભુ શ્રી મુખે કહેવા લાગ્યા કે આજથી આ તીર્થ ચક્રતીર્થ ના નામે, મારા નામથી શ્રી નારાયણ તીર્થ નામે વૈષ્ણવતીર્થ નામે પ્રસિદ્ધ થશે. અને પ્રભુએ તાલ્મેઘ નો વધ કર્યો હતો જેથી ઘણો શ્રમ પડ્યો હતો. તેથી શ્રમિત થયેલા શ્રી શેષશાઈ કહેવા લાગ્યા કે હવે મારે આવું ઉત્તમ તીર્થ મુકીને ક્ષીરસાગર સુધી જવું નથી. હવે તો આ તીર્થ નું જળ તેજ મારો ક્ષીરસાગર. એમ કહી પ્રભુએ તે જળ માં શેષનાગની શૈયા ઉપર શ્રી લક્ષ્મીજી સાથે શયન કર્યું. અને પોતે જળમાં પોઢી ગયા.જેથી તે દિવસથી લોકમાં આ તીર્થ જળશાઈ તરીકે પ્રસિદ્ધ થયું. એ ચક્રતીર્થ પણ કહેવાય છે.
આ ફોટા માં બતાવેલ જગ્યાએ થી શ્રી શેષનારાયણ પ્રભુ પ્રકટ થયા હતા.
ત્યારપછી, કલયુગ માં મનુષ્યોને મુક્તિ આપવા માટે " कलो केशव कीर्तनात " શ્રી ના કીર્તન દર્શન ની પ્રાણીઓ મુક્ત થાય એવી દયા લાવી કલિયુગ ના ૪૦૦૦ ( ચાર હાજર ) વર્ષ વીત્યા પછી માગસર સુદ ૧૧ એકાદશી એ ( ગીતા જયંતિ ના દિવસે ) જે જળમાં પ્રભુ શ્રી શેષનારાયણ પોઢ્યા હતા ત્યાં તેજ સ્થળ ઉપર જળ માંથી પ્રકટ થયા. શ્રી ના તે સમય ના સેવકો ત્યાં સ્નાન કરતા હતા, અને તેમને પ્રભુ ના સ્પર્શ નો અનુભવ થયો. અને તેમને નર્મદાજળ માંથી શ્રીના સ્વરૂપને બહાર કાઢી પોતે જ્યાં રેહતા હતા ત્યાં પોતાના ઘરમાં પધરાવ્યા. શ્રી શેષનારાયણ ના સ્વરૂપને સેવવા લાગ્યા. ત્યારબાદ, ઘણા વર્ષો પછી સંખેડા ના શ્રીમંત ગોવિંદરાવ ગાયકવાડ મહારાજે આ ભવ્ય મંદિર બંધાવી ને શ્રી ની સેવામાં અર્પણ કરીને શ્રી શેષનારાયણ પ્રભુ ના સ્વરૂપને મંદિરમાં પધરાવ્યું. આ સ્વરૂપ ચલ છે.અને તે શ્રી ના સેવકો ની સ્વતંત્ર નિધિ છે.
No comments:
Post a Comment