શ્રી શેષનારાયણ મંદિર નો મહિમા
શ્રીજી નો મહિમા
માગસર સુદ ૧૧ એકાદશી જેને મોક્ષદા એકાદશી પણ કહે છે. તેજ દિવસે શ્રી શેષનારાયણ ભગવાન નો પ્રાકટ્ય મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. તે દિવસે ચાંદોદ અને કરનાળી ગામ ના તમામ લોકો ચાંદોદ ના બીજા ઘાટે સ્નાન ન કરતા આ ચક્ર્પાની ના ઘાટે સ્નાન કરે છે. તે દિવસે ભક્તિ થી કામ ક્રોધ રહિત થઈને આ તીર્થ ની યાત્રા જે પુરુષ કરે છે તેને યમરાજા નો ભય રહેતો નથી. જે પુરુષ યમરાજા ના માર્ગથી બીતા હોય તેઓએ શ્રી શેષનારાયણ ભગવાન ની આરાધના કરવી એવું શ્રીમુખ નું વાક્ય છે.
શ્રી શેષશાઈ ને પંચામૃત વડે સ્નાન જે મનુષ્ય કરે કે કરાવે છે અને તેમના દર્શન કરે છે તેમને વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે. શ્રીને કેશર સ્નાન, અભિષેક સ્નાન, રાજભોગ, અન્નકૂટ, પારણા, વિગેરે મનોરથો જે કરાવે છે તેને સાલોક્ય ની પ્રાપ્તિ થાય છે. શ્રી શેષનારાયણ ભગવાન ની પાસે ઘી અગર તેલ નો અખંડ દીવો જે કરાવે છે તેને સારુપ્યતા નામની મુક્તિ મળે છે. " જે મનુષ્ય ભગવાનની પાસે મંદિરમાં બેસી વૈષ્ણવી કથા સાંભળે છે તેના મહાપાપ નાશ પામે છે ". શ્રી શેષનારાયણ ના મંદિર ની પ્રદક્ષિણા કરનારને પૃથ્વી પ્રદક્ષિણા નું ફળ મળે છે. શ્રીની ફૂલ મેવા ની સેવા કરનારને સયુજ્યતા નામની મુક્તિ મળે છે.
આ ચક્રતીર્થ માં નર્મદાજી ના જળ માં જે મનુષ્ય તર્પણ કરી શ્રાદ્ધ કરે છે, તેના પિતૃઓ હજારો વર્ષો પર્યંત અક્ષય તૃપ્તિ પામે છે, મોક્ષ પામે છે. આ તીર્થ માં ગોપ્રદાન કરવાથી સ્વર્ગ ની પ્રાપ્તિ નું ફળ મળે છે. આ તીર્થ માં તિલ ધેનું ના દાન નું મહાત્મ્ય છે. તે સ્કંદ પુરાણ ના રેવા ખંડ ના ૯૦ માં અધ્યાય માં જોઈ લેવું.
ચાંદોદ ના પ્રખ્યાત મલ્હારવ ઘાટ ની પશ્ચિમ દિશા એ આવેલો હરદ્વાર ની હરકી પેડી નો ઘાટ જેવો બંધાયેલ ચક્રતીર્થ ના ઘાટે નર્મદા ના નીર માંથી પ્રક્ટેલા શ્રી શેષનારાયણ સ્વરૂપે પૂજાયા અને ચાંદોદ ગ્રામ મધ્યે સૌથી ઉચાંણ વાળા વિસ્ત્ર માં આરસ ના મંદિર માં સ્થિત થયેલ શ્રી શેષશાઈ ના દિવ્યદર્શન થાય છે. ચક્રતીર્થ ઘાટે સ્નાન કરીને યાત્રા પ્રવાશીઓ શ્રી શેષનારાયણ પ્રભુના દર્શને જાંય છે. વર્ષાઋતુ માં અવારનવાર નર્મદાજી માં પુર આવતું હોવાથી આ મંદિર ગામ ના સૌથી ઉચાંણ વાળા વિસ્તાર માં આવેલું છે. મંદિર ના પગથીયા પુરા થતા જ મંદિર નું પ્રવેશ દ્વાર જ પ્રાચીન તીર્થ ની યાદ અપાવે છે. આ પ્રવેશ દ્વાર માં મંદિર નું નોબત ખાનું છે. જેમાંથી પ્રાત:કાળે ધનુર્માસ માં શરણાઈ ની સુરાવલીઓ સાથે ચોઘડિયા વાગતા, નગરજનોને મંગળા આરતી ના સમય ની જાણ થતી હતી. અને શ્રી શેષનારાયણ ના દર્શને વૈષ્ણવો ની ભીડ થતી હતી. મંદિર ના ચોક માં યાત્રાળુઓ અલ્પવિરામ કરી નિજ મંદિર માં આરતી ના ઘંટારવ સાંભળી દર્શન કરવા જતા.
શ્રીજી નો મહિમા
શ્રી શેષનારાયણ ના દર્શન કરતા વૈષ્ણવો ઘડીભર શૂન્ય થઇ જતા. શ્રી શેષનારાયણ ની પ્રતિમા માં શ્રી લક્ષ્મીજી ને ચરણ સેવા કરતા નું મનોરમ્ય દ્રશ્ય જોઇને ભક્તો ના નયનો આજેય થાકતા નથી. શ્રી નારાયણ ના શૃંગાર દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચાંદી ના સિહાંસન પર અનુપમ સૌન્દર્ય ધરાવતા, પૂર્ણ સુવર્ણ અલંકાર ની સજાવટ સાથે રત્નજડિત મુગટ મણી થી શોભતા શેષનાગ ની શૈયા માં પોઢેલા આસપાસ નવનિધિ અને સપ્તરિષી ના મંડળ થી શોભતા શ્રી હરિની કાળા મારબલ નું સ્વરૂપ શોભે છે. ચાંદોદ પંથક અને વડોદરા જીલ્લા માંથી ઘણા વૈષ્ણવો આજે પણ પૂર્ણિમા ના દિવસે આ મંદિર માં શ્રીજી ના દર્શન કરવા નિયમિત આવે છે. મંદિર ના ઘુમ્મટ માં શ્રી કૃષ્ણ ના જીવન ચરિત્ર ના દ્રશ્યો ચિત્રાંકિત કરેલા છે, જેના દર્શન માત્ર થી વ્રજ યાત્રા ની યાદ આવી જાંય છે. બારેમાસ ના તહેવારો માં, જન્માષ્ટમી એ , કે દીપોત્સવી ના શુભ દિવસો માં મંદિરમાં શૃંગાર રસના ભરપુર " હવેલી સંગીત " ના કીર્તન થાય છે. શ્રાવણ માસ માં પવિત્ર કલાત્મક હિંડોળા માં ઝુલતા શ્યામસુંદર ના દર્શન થાય છે. ગુજરાતી ના સુપ્રશિધ્ધ ભક્તકવિ શ્રી દયારામ ભાઈએ શ્રી હરિના ગુણગાન કરવાની પ્રેરણા લીધી.તેમને શ્રી શેષનારાયણ ને ગુરુપદે સ્થાપી પોતાના હ્રદય માં કાવ્યધારા વહેતી મૂકી. તેઓએ દર્શન કરતા વંદના કરી ;
" પ્રથમ પ્રણમું શ્રી ગુરુજી ના પાય રે, શેષશાયી છોગાળા,
શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વ્રજરાય રે, શેષશાયી છોગાળા. "
શ્રી કૃષ્ણ ના ચરણો માં પોતાનું જીવન સમર્પણ કરી ભક્ત કવિશ્રી કૃષ્ણ ભક્તિ માં લીન થયા. ભગવાન શ્રી શેષશાયી ના મહારાજ ના મંદિર ની પરિક્રમા એટલે પૃથ્વી પ્રદક્ષિણા નું ફળ નું પુણ્ય એવો સ્વાનુભવ પરમ પુ. નારાયણ સ્વામીજીએ કહેલો છે જે આજેય મુખ્ય પ્રવેશ દ્વાર માં ભક્તજનોને યાદ આપવતા દર્શન આપે છે. પુરાણ પ્રસિદ્ધ તીર્થ ના દર્શન નો સંદેશો આપતી આ મંદિર ની ધર્મધ્વજા ના દર્શન ખુબજ સુંદર છે.
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment