Thursday, February 17, 2011

શ્રી શેષનારાયણ ના પરચા





ગુજરાત ના મહાન આદિ કવિઓ માં જેઓ સન્માન ને પાત્ર અને આદરણીય હતા એવા શ્રી કૃષ્ણ ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ નો જન્મ અહી ચાંદોદ ખાતે સાઠોદરા નગર જ્ઞાતિ માં સંવત.૧૮૩૩ ના ભાદરવા સુદ ૧૨ વામન જયંતી ના દિવસે થયો હતો. તેઓ નું બાળચરિત્ર ચાંદોદ માં ગવાયું હતું. કૃષ્ણમય ભક્તિભાવ થી રંગાયેલું જીવન, જાણે પૂર્વ જન્મ ની વ્રજ્નાર. કૃષ્ણ ને પામવા તેમને રેવા તટ ના શરણે જઈને શ્રી કૃષ્ણ ના ગુણગાન ગાવા એજ જીવન નો સંકલ્પ બની ગયો હતો.
તેમની જન્મ સ્થાન ની ભૂમિ આજે દયારામપૂરી માં જ્યાં રબારી નું મંદિર છે. ત્યાં હાલ શ્રી રામચંદ્રજી બિરાજે છે.  

આવા, ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ એ પોતાની જીવિત ક્રિયા નું જ્ઞાતિ ભોજન ચાંદોદ માં કર્યું હતું. તે સમયે ભોજન માં ગરીબદાસ મહારાજ નામે એક વૃદ્ધ તપસ્વી સંત કે જે શ્રી શેષશાઈજી ની કૃપા પાત્ર હતા. તેમને જમાડવાનું રહી ગયું હતું. જેથી તેમને શ્રી દયારામભાઈ એ રાત્રે બોલાવી ભક્તિ ભાવ થી જમાડ્યા.
તે પછી શ્રી શેષનારાયણજી એ તે ગરીબદાસ મહારાજ ને દર્શન દઈને કહ્યું કે મેં પણ દયારામ ની જીવિત ક્રિયા માં ભાગ લીધો હતો અને જીવિત ક્રિયા પૂર્ણ થઇ છે. 
કવિ ને ચિંતા થતી હતી કે પ્રભુ મારે ત્યાં આવ્યા હશે અને આરોગ્ય હશે કે નહીં. પરંતુ, એ ગરીબદાસ બાવાએ કવિને ત્યાં આવીને ઉપર પ્રમાણે ને વાત કહી.ત્યારે કવિ બહુ પ્રસન્ન થયા. આ વાત શ્રી દયારામ ભાઈએ તેમના " અનુભવ મંજરી " નામના ગ્રંથ માં લખી છે કે ; 

" શ્રી શેષશાયીજી એક વૈષ્ણવ કો દિયે દર્શન
   તીન બુજ મહારાજ પધારે કહા તે પરસન
    શ્રીમુખ બોલે દયારામ કી જેવતગ્નાત છે 
    તબ હમ દયારામ કે ઘર ભોજન કુ જાતહે "

આ શ્રી દયારામ ભાઈ નો જાત અનુભવ છે શ્રી શેષનારાયણ પ્રભુ ના પરચાનો.

No comments:

Post a Comment