Thursday, February 17, 2011

શ્રી શેષનારાયણ ના પરચા





ગુજરાત ના મહાન આદિ કવિઓ માં જેઓ સન્માન ને પાત્ર અને આદરણીય હતા એવા શ્રી કૃષ્ણ ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ નો જન્મ અહી ચાંદોદ ખાતે સાઠોદરા નગર જ્ઞાતિ માં સંવત.૧૮૩૩ ના ભાદરવા સુદ ૧૨ વામન જયંતી ના દિવસે થયો હતો. તેઓ નું બાળચરિત્ર ચાંદોદ માં ગવાયું હતું. કૃષ્ણમય ભક્તિભાવ થી રંગાયેલું જીવન, જાણે પૂર્વ જન્મ ની વ્રજ્નાર. કૃષ્ણ ને પામવા તેમને રેવા તટ ના શરણે જઈને શ્રી કૃષ્ણ ના ગુણગાન ગાવા એજ જીવન નો સંકલ્પ બની ગયો હતો.
તેમની જન્મ સ્થાન ની ભૂમિ આજે દયારામપૂરી માં જ્યાં રબારી નું મંદિર છે. ત્યાં હાલ શ્રી રામચંદ્રજી બિરાજે છે.  

આવા, ભક્ત કવિ શ્રી દયારામ ભાઈ એ પોતાની જીવિત ક્રિયા નું જ્ઞાતિ ભોજન ચાંદોદ માં કર્યું હતું. તે સમયે ભોજન માં ગરીબદાસ મહારાજ નામે એક વૃદ્ધ તપસ્વી સંત કે જે શ્રી શેષશાઈજી ની કૃપા પાત્ર હતા. તેમને જમાડવાનું રહી ગયું હતું. જેથી તેમને શ્રી દયારામભાઈ એ રાત્રે બોલાવી ભક્તિ ભાવ થી જમાડ્યા.
તે પછી શ્રી શેષનારાયણજી એ તે ગરીબદાસ મહારાજ ને દર્શન દઈને કહ્યું કે મેં પણ દયારામ ની જીવિત ક્રિયા માં ભાગ લીધો હતો અને જીવિત ક્રિયા પૂર્ણ થઇ છે. 
કવિ ને ચિંતા થતી હતી કે પ્રભુ મારે ત્યાં આવ્યા હશે અને આરોગ્ય હશે કે નહીં. પરંતુ, એ ગરીબદાસ બાવાએ કવિને ત્યાં આવીને ઉપર પ્રમાણે ને વાત કહી.ત્યારે કવિ બહુ પ્રસન્ન થયા. આ વાત શ્રી દયારામ ભાઈએ તેમના " અનુભવ મંજરી " નામના ગ્રંથ માં લખી છે કે ; 

" શ્રી શેષશાયીજી એક વૈષ્ણવ કો દિયે દર્શન
   તીન બુજ મહારાજ પધારે કહા તે પરસન
    શ્રીમુખ બોલે દયારામ કી જેવતગ્નાત છે 
    તબ હમ દયારામ કે ઘર ભોજન કુ જાતહે "

આ શ્રી દયારામ ભાઈ નો જાત અનુભવ છે શ્રી શેષનારાયણ પ્રભુ ના પરચાનો.

Saturday, January 22, 2011

શ્રી શેષનારાયણ મંદિર અને શ્રીજી નો મહિમા

શ્રી શેષનારાયણ મંદિર નો મહિમા 



માગસર સુદ ૧૧ એકાદશી જેને મોક્ષદા એકાદશી પણ કહે છે. તેજ દિવસે શ્રી શેષનારાયણ ભગવાન નો પ્રાકટ્ય મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. તે દિવસે ચાંદોદ અને કરનાળી ગામ ના તમામ લોકો ચાંદોદ ના બીજા ઘાટે સ્નાન ન કરતા આ ચક્ર્પાની ના ઘાટે સ્નાન કરે છે. તે દિવસે ભક્તિ થી કામ ક્રોધ રહિત થઈને આ તીર્થ ની યાત્રા જે પુરુષ કરે છે તેને યમરાજા નો ભય રહેતો નથી. જે પુરુષ યમરાજા ના માર્ગથી બીતા હોય તેઓએ શ્રી શેષનારાયણ ભગવાન ની આરાધના કરવી એવું શ્રીમુખ નું વાક્ય છે. 

શ્રી શેષશાઈ ને પંચામૃત વડે સ્નાન જે મનુષ્ય કરે કે કરાવે છે અને તેમના દર્શન કરે છે તેમને વૈકુંઠ લોક ની પ્રાપ્તિ થાય છે. શ્રીને કેશર સ્નાન, અભિષેક સ્નાન, રાજભોગ, અન્નકૂટ, પારણા, વિગેરે મનોરથો જે કરાવે છે તેને સાલોક્ય ની પ્રાપ્તિ થાય છે. શ્રી શેષનારાયણ ભગવાન ની પાસે ઘી અગર તેલ નો અખંડ દીવો જે કરાવે છે તેને સારુપ્યતા નામની મુક્તિ મળે છે. " જે મનુષ્ય ભગવાનની પાસે મંદિરમાં બેસી વૈષ્ણવી કથા સાંભળે છે તેના મહાપાપ નાશ પામે છે ". શ્રી શેષનારાયણ  ના મંદિર ની પ્રદક્ષિણા કરનારને પૃથ્વી પ્રદક્ષિણા નું ફળ મળે છે. શ્રીની ફૂલ મેવા ની સેવા કરનારને સયુજ્યતા નામની મુક્તિ મળે છે. 
આ ચક્રતીર્થ માં નર્મદાજી ના જળ માં જે મનુષ્ય તર્પણ કરી શ્રાદ્ધ કરે છે, તેના પિતૃઓ હજારો વર્ષો પર્યંત અક્ષય તૃપ્તિ પામે છે, મોક્ષ પામે છે. આ તીર્થ માં ગોપ્રદાન કરવાથી સ્વર્ગ ની પ્રાપ્તિ નું ફળ મળે છે. આ તીર્થ માં તિલ ધેનું ના દાન નું મહાત્મ્ય છે. તે સ્કંદ પુરાણ ના રેવા ખંડ ના ૯૦ માં અધ્યાય માં જોઈ લેવું. 

ચાંદોદ ના પ્રખ્યાત મલ્હારવ ઘાટ ની પશ્ચિમ દિશા એ આવેલો હરદ્વાર ની હરકી પેડી નો ઘાટ જેવો બંધાયેલ ચક્રતીર્થ ના ઘાટે નર્મદા ના નીર માંથી પ્રક્ટેલા શ્રી શેષનારાયણ સ્વરૂપે પૂજાયા અને ચાંદોદ ગ્રામ મધ્યે સૌથી ઉચાંણ વાળા વિસ્ત્ર માં આરસ ના મંદિર માં સ્થિત થયેલ શ્રી શેષશાઈ ના દિવ્યદર્શન થાય છે. ચક્રતીર્થ ઘાટે સ્નાન કરીને યાત્રા પ્રવાશીઓ શ્રી શેષનારાયણ પ્રભુના દર્શને જાંય છે. વર્ષાઋતુ માં અવારનવાર નર્મદાજી માં પુર આવતું હોવાથી આ મંદિર ગામ ના સૌથી ઉચાંણ વાળા વિસ્તાર માં આવેલું છે. મંદિર ના પગથીયા પુરા થતા જ મંદિર નું પ્રવેશ દ્વાર જ પ્રાચીન તીર્થ ની યાદ અપાવે છે. આ પ્રવેશ દ્વાર માં મંદિર નું નોબત ખાનું છે. જેમાંથી પ્રાત:કાળે ધનુર્માસ માં શરણાઈ ની સુરાવલીઓ સાથે ચોઘડિયા વાગતા, નગરજનોને મંગળા આરતી ના સમય ની જાણ થતી હતી. અને શ્રી શેષનારાયણ ના દર્શને વૈષ્ણવો ની ભીડ થતી હતી. મંદિર ના ચોક માં યાત્રાળુઓ અલ્પવિરામ કરી નિજ મંદિર માં આરતી ના ઘંટારવ સાંભળી દર્શન કરવા જતા. 


શ્રીજી નો મહિમા 

શ્રી શેષનારાયણ ના દર્શન કરતા વૈષ્ણવો ઘડીભર શૂન્ય થઇ જતા. શ્રી શેષનારાયણ ની પ્રતિમા માં શ્રી લક્ષ્મીજી ને ચરણ સેવા કરતા નું મનોરમ્ય દ્રશ્ય જોઇને ભક્તો ના નયનો આજેય થાકતા નથી. શ્રી નારાયણ ના શૃંગાર દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચાંદી ના સિહાંસન પર અનુપમ સૌન્દર્ય ધરાવતા, પૂર્ણ સુવર્ણ અલંકાર ની સજાવટ સાથે રત્નજડિત મુગટ મણી થી શોભતા શેષનાગ ની શૈયા માં પોઢેલા આસપાસ  નવનિધિ અને સપ્તરિષી ના મંડળ થી શોભતા શ્રી હરિની કાળા મારબલ નું સ્વરૂપ શોભે છે. ચાંદોદ પંથક અને વડોદરા જીલ્લા માંથી ઘણા વૈષ્ણવો આજે પણ પૂર્ણિમા ના દિવસે આ મંદિર માં શ્રીજી ના દર્શન કરવા નિયમિત આવે છે. મંદિર ના ઘુમ્મટ માં શ્રી કૃષ્ણ ના જીવન ચરિત્ર ના દ્રશ્યો ચિત્રાંકિત કરેલા છે, જેના દર્શન માત્ર થી વ્રજ યાત્રા ની યાદ આવી જાંય છે. બારેમાસ ના તહેવારો માં, જન્માષ્ટમી એ , કે દીપોત્સવી ના શુભ દિવસો માં મંદિરમાં શૃંગાર રસના ભરપુર " હવેલી સંગીત " ના કીર્તન થાય છે. શ્રાવણ માસ માં પવિત્ર કલાત્મક હિંડોળા માં ઝુલતા શ્યામસુંદર ના દર્શન થાય છે. ગુજરાતી ના સુપ્રશિધ્ધ ભક્તકવિ શ્રી દયારામ ભાઈએ શ્રી હરિના ગુણગાન કરવાની પ્રેરણા લીધી.તેમને શ્રી શેષનારાયણ ને ગુરુપદે સ્થાપી પોતાના હ્રદય માં કાવ્યધારા વહેતી મૂકી. તેઓએ દર્શન કરતા વંદના કરી ;

" પ્રથમ પ્રણમું શ્રી ગુરુજી ના પાય રે, શેષશાયી છોગાળા, 
   શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વ્રજરાય રે, શેષશાયી છોગાળા. " 

શ્રી કૃષ્ણ ના ચરણો માં પોતાનું જીવન સમર્પણ કરી ભક્ત કવિશ્રી કૃષ્ણ ભક્તિ માં લીન થયા. ભગવાન શ્રી શેષશાયી ના મહારાજ ના મંદિર ની પરિક્રમા એટલે પૃથ્વી પ્રદક્ષિણા નું ફળ નું પુણ્ય એવો સ્વાનુભવ પરમ પુ. નારાયણ સ્વામીજીએ કહેલો છે જે આજેય મુખ્ય પ્રવેશ દ્વાર માં ભક્તજનોને યાદ આપવતા દર્શન આપે છે. પુરાણ પ્રસિદ્ધ તીર્થ ના દર્શન નો સંદેશો આપતી આ મંદિર ની ધર્મધ્વજા ના દર્શન ખુબજ સુંદર છે. 

જય શ્રી કૃષ્ણ 

  

શ્રી ચક્ર તીર્થ માહાત્મ્ય

શ્રી ગણેશાય નમઃ


આ માહાત્મ્ય છે શ્રી શેષનારાયણ પ્રભુ ના ચાંદોદ ખાતે પાવન પવિત્ર એવી માં નર્મદા નદી માંથી પ્રાગટ્ય નું. 

શ્રી માર્કંડેય ઋષિ યુધીષ્ઠીર રાજા ને કહે છે કે જે તીર્થ થી મનુષ્ય જન્મ સાર્થક થાય છે એવા ઉત્તમ વૈષ્ણવ તીર્થ નું વૃતાંત કહું છું, તે ધ્યાન થી શ્રવણ કરો. નર્મદા ના ઉત્તર કિનારે જલાશયી નામે પ્રખ્યાત તીર્થ છે. એને શેષશાયી તીર્થ કે ચક્રતીર્થ અને નારાયણ તીર્થ તરીકે પણ ઓળખાય છે. દેત્યો નો વધ કરીને જનાર્દન આ તીર્થ માં પોઢ્યા હતા. 

તાલમેઘ નામના દેંત્ય નો વધ કરવાથી ભગવાનનું સુદર્શન ચક્ર કાળું પડી ગયું હતું. તેને ઉજળું કરવા માટે ભગવાને પૃથ્વી પરના અડસઠ તીર્થો માં ફરી ફરીને અજવાળ્યું પણ તે ઉજળું ના થયું. પણ જયારે અહી આ રેવા તટ ના ચક્રપાણી ઘાટે નર્મદા ની જળ માં બોળ્યું કે તરત જ ઉજળું થઇ ગયું. તેથી આ તીર્થ નું નામ ચક્રતીર્થ પડી ગયું. 

પૂર્વે તાલમેઘ નામના આ દેત્યએ દેવો નું સ્વર્ગ જીતી લીધું હતું. જેથી તાલમેઘ ને ગર્વ થયો અને કેહવા લાગ્યો કે હું વિષ્ણુથી, બ્રમ્હાથી, રુદ્રથી, કે ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય થી પણ બળવાન છું. એમ માની દેવતાઓ ને દુખ દેવા માંડયો. જેથી તેત્રીસ કરોડ દેવતાઓ ઇન્દ્ર ની સાથે તાલમેઘ દેત્ય ના ભય થી ગભરાઈને દેવગુરુ બૃહસ્પતિ ને સાથે લઇ ને બ્રમ્હ્દેવ ને શરણે ગયા. અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રમ્હ્દેવ તેમની સ્તુતિ થી પ્રશન્ન થઈને કેહવા લાગ્યા, પધારો આપને કેમ આવવું પડ્યું? કલેશ થી દુખી હોય તેમ લાગો છો. શું દુખ આવી પડ્યું છે ? એટલે દેવતાઓ ના ગુરુ બૃહસ્પતિ એ બ્રમ્હ્દેવને કહ્યું કે તમારા વંશ માં ઉત્પન્ન થયેલા તાલમેઘ નામના દેત્ય એ દેવતાઓ ને જીતી ને સ્વર્ગ પચાવી પાડ્યું છે. અને દેવતાઓ ને દુખ આપે છે.માટે હે બ્રમ્હ્દેવ આ દુખ દુર કરો.બ્રમ્હ્દેવે કહ્યું કે તાલમેઘ નો વધ કરવામાટે એક એવા નારાયણ જ સમર્થ છે. માટે આપણે ચાલો એમના શરણે જઈએ. એમ કહી બ્રમ્હ્દેવ દેવતાઓ ને લઈને ક્ષીરસાગર ને કિનારે આવ્યા અને એકાગ્ર ચિત્તે બે હાથ જોડી શ્રી વિષ્ણુ ભગવાન ની સ્તુતિ કરવા માંડ્યા. બ્રમ્હ્દેવ અને દેવતાઓ ની સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બ્રહ્માદી દેવતાઓ ને કેહવા લાગ્યા કે તમે મને કેમ જગાડ્યો ? શું દુખ આવી પાડ્યું છે ? એટલે બ્રમ્હ્દેવે તાલમેઘ ના ત્રાસ ની વાત કહી અને તેનો વધ કરવા વિંનતી કરી એટલે શ્રી વિષ્નુંનારાયણ ભગવાન બ્રમ્હ્દેવને પૂછે છે કે આપની વિંનતી પ્રમાણે હું તાલમેઘ નો વધ કરીશ, પરંતુ એ ક્યાં રહે છે ? કેટલો પરાક્રમી છે ? તેની મદદ માં કોણ છે, તે સઘળી બાબત મને જણાવો. દેવતાઓ કહે છે કે મહારાજ એ તાલમેઘ હિમાલય પર્વત ની ગુફાઓ માં ચોવીસ હાજર કન્યાઓ સાથે રહે છે. એની પાસે ઘોડાઓ, હાથીઓ જેવા અને હાથીઓ પણ પર્વત જેવા બળવાન છે. અને રથ વગેરે અસંખ્ય છે . શ્રી વિષ્ણુ ભગવાન  કહે છે કે હે દેવતાઓ તમો નિર્ભય થઇ તમારા સ્થાન માં જાઓ હું એનો વધ જરૂર થી કરીશ એમ કહી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડ ઉપર વિરાજમાન થયા. આયુધો અસ્ત્ર -શસ્ત્ર લઇ હિમાલય પર્વત ઉપર પધારી શંખનો નાદ કર્યો. શંખ નો નાદ  સાંભળતા જ તાલમેઘ નું નગર ખળભળી  ઉઠ્યું. મોટા મોટા ઉત્પાત તવા લાગ્યા. એનો ધ્વજ દંડ ભાગી ગયો. જંગલ ના પરની, શિયાળવા, હોલા, કાગડા, ગુવાદ, વગેરે એના રાજમહેલ માં પેશી જવા લાગ્યા . નદીઓ માં લોહી વેહવા લાગ્યું. આ બધું જોઇને તાલમેઘ એકદમ ગભરાઈ ગયો અને બરાડી ઉઠ્યો કે આ કોણ આવ્યું છે ? મોતના મુખમાં જવા કોણ તૈયાર થયું છે ? પોતાના સેનાપતિ ને કહે છે કે હે ધુંધુમાર તારું સૈન્ય લઇ ને જલ્દી એ મુરખને બાંધી મારી પાસે હાજર કર.ધુંધુમાર મોટું લશ્કર લઇ ને નારાયણ ના સામે લડવા આવ્યો અને ગર્જના કરી કેહવા લાગ્યો, દોડો બંધો મારો. તે સમયે નારાયણ પ્રભુએ એક બાણ છોડ્યું જે બાણ ધુંધુમાર ની છાતી માં વાગ્યું અને તરતજ ધુંધુમાર મરણ પામ્યો. ધુંધુમાર ના મરણ ના સમાચાર સાંભળી તાલમેઘ દૈત્ય ક્રોધાયમાન થઇ મોટા રથ માં બેસી યુદ્ધ ભૂમિ ઉપર આવ્યો અને મોટી ગર્જના કરી નારાયણ ની ઉપર ઉપર છાપરી બાણોની વૃષ્ટિ કરી કેહવા લાગ્યો હે નારાયણ તે મારા પૂર્વજો હિરણ્યાક્ષ અને હિરણ્યકશીપુ ને માર્યા છે. પણ તે ડરપોક હતા. આજે મારા હાથ નો ઝપાટો જો. હમણાં જ તને મારી નાખું છું. તે સમયે શ્રી નારાયણ હસતા હસતા પોતાના બાણથી તેના બધા બાણ કાપી નાખ્યા. આથી દૈત્ય વધારે ક્રોધે ભરાયો અને પ્રભુ ના સામે અગ્ન્યાસ્ત્ર છોડ્યું. દૈત્યે ઘણા પ્રયત્નો કાર્ય પણ પ્રભુ ને કઈ ના કરી શક્યો. અંતે તેને સર્પાસ્ત્ર છોડ્યું તો તેની સામે પ્રભુએ ગરુડાસ્ત્ર છોડ્યું.છેવટે દૈત્ય નું કઈ બળ ન ચાલ્યું ત્યારે રથ માંથી એકદમ નીચે કુદી પડ્યો અને ભગવાન ની સામે ઘસી તલવાર નો ઘા કર્યો. આથી શ્રી નારાયણ ક્રોધે ભરાયા અને તે તાલ્મેઘ દૈત્ય નું મસ્તક પોતાના સુદર્શન ચક્ર થી કાપી નાખ્યું. એ મસ્તક ધડ ઉપરથી નીચે પડતા હજારો સૈનિક તે નીચે ચગદાઈ ગયા. પર્વતો કંપી ઉઠ્યા. સમુદ્રો ખળભળી ઉઠ્યા. ધરતીકંપ થયો. તાલ્મેઘ માર્યો જાણીને દેવતાઓ એ પ્રશન્ન થઈને શ્રી શેષનારાયણ પ્રભુ ઉપર પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. દુંદુભી અને શંખનાદ કરવા લાગ્યા. 

શ્રી શેષનારાયણ પ્રભુ નો જય હો જય હો એમ બોલી જયજયકાર કરવા લાગ્યા. ઇન્દ્રાદી દેવતાઓ પોતાની રાજધાની સ્વર્ગમાં પધારી સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ત્યારપછી શ્રી નારાયણ ભગવાને દૈત્ય ના વધથી કાળું પડી ગયેલ સુદર્શન ચક્ર ને ઘણા તીર્થોમાં અજવાળ્યું પણ તે ઉજળું ના થયું. ત્યારે ફરતા ફરતા નર્મદા ના ઉત્તર કિનારે રેવોરી સંગમ થી પા કોશ છેટે આ તીર્થ માં નર્મદા જળ માં ધોયું, તો નર્મદાજળ ના સ્પર્શ થતા જ પેહલા નાજ જેવું તેજસ્વી થઇ ગયું.આ સુદર્શન ચક્ર શ્રી શેષનારાયણ ભગવાને માગશર સુદ ૧૧ મોક્શાળા એકાદશી ના દિવસે અજવાળ્યું હતું અને આ તીર્થ નો પ્રભાવ જોઇને પ્રભુ શ્રી મુખે કહેવા લાગ્યા કે આજથી આ તીર્થ ચક્રતીર્થ ના નામે, મારા નામથી શ્રી નારાયણ તીર્થ નામે વૈષ્ણવતીર્થ નામે પ્રસિદ્ધ થશે. અને પ્રભુએ તાલ્મેઘ નો વધ કર્યો હતો જેથી ઘણો શ્રમ પડ્યો હતો. તેથી શ્રમિત થયેલા શ્રી શેષશાઈ કહેવા લાગ્યા કે હવે મારે આવું ઉત્તમ તીર્થ મુકીને ક્ષીરસાગર સુધી જવું નથી. હવે તો આ તીર્થ નું જળ તેજ મારો ક્ષીરસાગર. એમ કહી પ્રભુએ તે જળ માં શેષનાગની શૈયા ઉપર શ્રી લક્ષ્મીજી સાથે શયન કર્યું. અને પોતે જળમાં પોઢી ગયા.જેથી તે દિવસથી લોકમાં આ તીર્થ જળશાઈ તરીકે પ્રસિદ્ધ થયું. એ ચક્રતીર્થ પણ કહેવાય છે. 

આ ફોટા માં બતાવેલ જગ્યાએ થી શ્રી શેષનારાયણ પ્રભુ પ્રકટ થયા હતા. 

ત્યારપછી, કલયુગ માં મનુષ્યોને મુક્તિ આપવા માટે " कलो केशव कीर्तनात " શ્રી ના કીર્તન દર્શન ની પ્રાણીઓ મુક્ત થાય એવી દયા લાવી કલિયુગ ના ૪૦૦૦ ( ચાર હાજર ) વર્ષ વીત્યા પછી માગસર સુદ ૧૧ એકાદશી એ ( ગીતા જયંતિ ના દિવસે ) જે જળમાં પ્રભુ શ્રી શેષનારાયણ પોઢ્યા હતા ત્યાં તેજ સ્થળ ઉપર જળ માંથી પ્રકટ થયા. શ્રી ના તે સમય ના સેવકો ત્યાં સ્નાન કરતા હતા, અને તેમને પ્રભુ ના સ્પર્શ નો અનુભવ થયો. અને તેમને નર્મદાજળ માંથી શ્રીના સ્વરૂપને બહાર કાઢી પોતે જ્યાં રેહતા હતા ત્યાં પોતાના ઘરમાં પધરાવ્યા. શ્રી શેષનારાયણ ના સ્વરૂપને સેવવા લાગ્યા. ત્યારબાદ, ઘણા વર્ષો પછી સંખેડા ના શ્રીમંત ગોવિંદરાવ ગાયકવાડ મહારાજે આ ભવ્ય મંદિર બંધાવી ને શ્રી ની સેવામાં અર્પણ કરીને  શ્રી શેષનારાયણ પ્રભુ ના સ્વરૂપને મંદિરમાં પધરાવ્યું. આ સ્વરૂપ ચલ છે.અને તે શ્રી ના સેવકો ની સ્વતંત્ર નિધિ છે. 

इति संपूर्णं I
    

Wednesday, January 19, 2011

Estimate For Renovation of Temple

Herewith, its inform to you that we have at Sheshnarayan Seva Samiti has got the total estimated cost of Renovation of Shri  Sheshnarayan Temple , at Chandod  adjoining Kitchen & Dining areas, and approaches to temple comes out to Rs.1,40,91,900=00. (Rupees One Caror Fourty Lacs Ninty One Thousand Nine Hundred Only). 

This Estimated Costing is given by Shreeji Technocrats ( Civil Engineers & Contractor, Project Consultant ), Based at Vadodara.  The detailed estimate is given as per today’s rate & contract system but it may change as per time and contact systems. It is as per below;

Here We have attached file of Latest Estimation Page for your kind attention.


Satish P. Bhatt



B.E. (Civil )



Civil Engineer & Project Consultant



Estimate : 1


Date: 5.2.2012
Project:- Shree Sheshnarayan Temple  Chandod




New Approach to Temple:-


Page :1
Item No. Description of Item Unit Quantity Rate Amount
1 Preparing new Approach from Floor mill to Temple        
               a. Preparing  sloping subgrade,PCC 1:4:8 laying,
Brick Masonary steps,plastering& then polished
kotah risers&treads  8' wide ,etc. complete.
Nos. 55.00 1500.00 82500.00
               b. Preparing Landings  with same details as above
10'x4' wide
Nos. 10.00 6000.00 60000.00
               c. Preparing Rest area at intervals for pilgrimers
10'x8' wide with sitting incl. all finish as above
Nos. 2.00 20000.00 40000.00
               d. Preparing Brick Masonary rest walls on both side
of  steps ,incl all finish as above. 9' long(ghat design 9'x 4'=36 sq.ft. each )
Nos. 16.00 4800.00 76800.00
               e. Preparing gardening on both sides of entry steps
as/details incl. land scaping etc.
Sq.ft. 1400.00 100.00 140000.00
               f. Painting of steps walls ,rest areas etc. LS 1.00 30000.00 30000.00
              g. Preparing Main ENTRY GATE at start of steps
as/design
Nos. 1.00 200000.00 200000.00
          629300.00
2 Preparing RCC Tunnel thro' 2- Residence units:-        
                a. Demolition of ground lvl. Masonary walls& any
other structure for 36' long tunnel
LS 1.00 40000.00 40000.00
                b. Proper supporting system incl.,soring & strutting
for upper floor of old bldg. structure with
necessory steel form work etc.
LS 1.00 50000.00 50000.00
                c. Preparing subgrade for base concrete floor with
PCC 1:4:8 etc. complete (36'x10'=360 sq.ft.)
Sq.ft. 500.00 100.00 50000.00
                d. Preparing RCC 1:1 1/2:3 grade tunnel incl. Raft slab side RCC walls,RCC heavy roof slab etc.
complete
Sq.ft. 1216.00 500.00 608000.00
                e. Providing&laying polished kotah stone flooring
in tunnel,with both sides & ceiling  plastered
incl. white oil paint on walls & ceiling
Sq.ft. 1216.00 150.00 182400.00
            



930400.00
           
3 Purchase of 2- old bldg. units:-        
                a. Purchase of 2- units for preparing RCC tunnels
1 unit: 6,11,000/-and 2-unit : 3,51,000/-
LS 1.00 962000.00 962000.00
                b. Sale deed charges LS 1.00 50000.00 50000.00
  Grand Total Estimate   for new Approach       2571700.00



































Prepared:





Satish Bhatt





      B.E.(Civil)






Satish P. Bhatt



      B.E. (Civil )



Civil Engineer & Project Consultant



Estimate : 2


Date: 5.2.2012
Project:- Shree Sheshnarayan Temple  Chandod




Main Temple Rennovation:-


Page :2
Item No. Description of Item Unit Quantity Rate Amount
1 Internal Rennovation        
                a. Removal of old plastered surface , clearing all
debries, replastering, Painting all internal walls ,
ceilings etc & painting as/details
Sq.ft. 6000.00 60.00 360000.00
                b. Painting of Main prarthana hall Dome with art work as/design as directed Sq.ft. 750.00 200.00 150000.00
                c. Removal of old flooring & laying new Abu white
marble flooring incl. mirror polishing etc. all.
Sq.ft. 1600.00 200.00 320000.00
                d. Marble cladding on walls of nij mandir area & other related areas . Sq.ft. 1200.00 150.00 180000.00
                e. Removal of old electrical fittings & refixing new  LS 1.00 100000.00 100000.00
                f. Providing & fixing M.S. grills ,Gates as/details
for safety of temple alaround.
Sq.ft. 1000.00 150.00 150000.00
                g. Preparing Parikrama path  alaround the temple
as/design. Incl. Rustic paver tiles flooring.
Sq.ft. 1000.00 150.00 150000.00
                h. Removal of old doors & windows & providing
new .
Sq.ft. 350.00 700.00 245000.00
          1655000.00
2 External Rennovation        
               a. Removal of old external plaster & replastering
all surfaces,domes,etc & external weather coat
applying as/directed
Sq.ft. 2000.00 80.00 160000.00
               b. Complete water proofing of all terraces incl.
laying of white reflecting ceramic tiles 
Sq.ft. 1200.00 60.00 72000.00
               c. Providing & fixing Shikhar dome Gold plated Caps.        
                                                                      small  Caps Nos 3.00 30000.00 90000.00
                                                                  Bigger Caps Nos. 2.00 75000.00 150000.00






          472000.00
           
           
           
  Grand Total of Main Temple Rennovation       2127000.00
Estimate : 3




Rennovation of Nobat Khana :-



Item No. Description of Item Unit Quantity Rate Amount
1 Rennovation of Nobat Khana :-        
                a. removal of old plastered surfaces,doors,windows LS 1.00 15000.00 15000.00
                b. Replastering internal & External surfaces Sq.ft. 3500.00 80.00 280000.00
                c. New flooring in nobat khana Sq.ft. 800.00 90.00 72000.00
                d. Internal painting work Sq.ft. 3000.00 30.00 90000.00
               e. External weather coat painting Sq.ft. 1000.00 40.00 40000.00
               f. Removal of old G.I. roofing sheets & applying new. Sq.ft. 1200.00 90.00 108000.00
           
  Grand Total of Nobat Khana Rennovation       605000.00











Prepared:





Satish Bhatt





      B.E.(Civil)
Satish P. Bhatt



      B.E. (Civil )



Civil Engineer & Project Consultant



Estimate : 4


Date: 5.2.2012
Project:- Shree Sheshnarayan Temple  Chandod




Rashoi Mandir


Page :3
Item No. Description of Item Unit Quantity Rate Amount
1 Complete demolition of old Rashoi Mandir Bldg.        
  Removal of old structure LS 1.00 25000.00 25000.00
2 Construction of New Rashoi Mandir        
                a. Celler Floor construction incl. basement shops
/godown construction incl. retaining walls etc.
Sq.ft. 1876.00 1200.00 2251200.00
                b. Ground Floor construction  Sq.ft. 1046.00 1000.00 1046000.00
                c. First Floor construction  Sq.ft. 1046.00 1000.00 1046000.00
           
           
  Note:- This construction includes all items       4368200.00






           
           
           
           

Grand Total of Rashoi Mandir & shops       4368200.00












Estimate : 5



Project:- Shree Sheshnarayan Temple  Chandod




Construction of Kashibaa Dining Hall :-



Item No. Description of Item Unit Quantity Rate Amount
1 Complete Demolition of old Kashiwada bldg.        
  Removal of old structure LS 1.00 25000.00 25000.00
2 Construction of Kashibaa Dining Hall :-        
                a. Ground floor construction Sq.ft. 2080.00 1000.00 2080000.00
                b. First floor construction Sq.ft. 2080.00 1000.00 2080000.00
                c.  Stair Cabin construction Sq.ft. 235.00 1000.00 235000.00
           
           
  Note:- This construction includes all items       4420000.00






           
  Grand Total of Kashibaa Dining Hall       4420000.00
           
           
Estimate SUMMARY OF ALL ESTIMATES



1 Grand Total Estimate   for new Approach


2571700.00
2 Grand Total of Main Temple Rennovation


2127000.00
3 Grand Total of Nobat Khana Rennovation


605000.00
4 Grand Total of Rashoi Mandir & shops


4368200.00
5 Grand Total of Kashibaa Dining Hall


4420000.00







GRAND TOTAL OF ALL ESTIMATES       14091900.00











Prepared:





Satish Bhatt





      B.E.(Civil)
                                                       
Your small help can be converted in great contribution in this beautiful task of temple renovation.Please show your interest in this renovation of Shri Sheshnarayan Temple at Chandod. 

Thanking you very much.

From;
Sheshnarayan Seva Samiti.
Chandod.